Type Here to Get Search Results !
BREAKING
विज्ञापन
TTN24 न्यूज चैनल समस्त राज्यों से डिवीजन हेड, मार्केटिंग हेड एवं ब्यूरो रिपोर्टर बनने के लिए शीघ्र संपर्क करें — 📞 +91 9956072208, +91 9454949349, ✉️ ttn24officialcmd@gmail.com — साथ ही चैनल की फ्रेंचाइजी एवं TTN24 पर स्लॉट लेने के लिए संपर्क करें — 📞 +91 9956897606 — ☎️ 0522 3647097 | आपका पसंदीदा हिंदी न्यूज चैनल TTN24 अब उपलब्ध है सभी डिजिटल केविल नेटवर्क पर — जिओ टीवी, जिओ फाइबर चैनल नंबर 543, टाटा प्ले चैनल नंबर 2075, E-star डिजिटल केविल चैनल नंबर 201, DTH लाइव टीवी, स्मार्ट टीवी, एवं सभी एंड्रॉइड बेस्ड ओटीटी प्लेटफार्म एवं यूट्यूब फेसबुक Live 24x7. चैनल से जुड़ने के लिए शीघ्र संपर्क करें — 📞 +91 9956072208 | Head Office : llnd Floor Regency Tower, Shivaji Marg, Hussainganj, Lucknow (U.P.) 226018. Managing Director : Avneesh Dwivedi — 📞 +91 9956072208, +91 9794009727. समाचार, विज्ञापन एवं चैनल में किसी प्रकार की शिकायत एवं सुझाव के लिए कॉल करें — 📞 +91 9956072208

બારડોલી ગુજરાત: સુરત જિલ્લાના પુરવઠા ગોડાઉનો માં અનાજ માફિયા બેફામ જિલ્લા પુરવઠા અધિકારી ના મોઢે ખંભાતી તાળા

 બ્યુરોચીફ, શૈલેન્દ્રસિંહ બારડોલી ગુજરાત 


સુરત જિલ્લાના પુરવઠા ગોડાઉનો માં અનાજ માફિયા બેફામ જિલ્લા પુરવઠા અધિકારી ના મોઢે ખંભાતી તાળા 


ગરીબોની કકળતી આંતરડી સાથે મામલતદાર ને વાર વારની રજૂઆતો વાંઝણી પુરવાર થઈ 

    

      બારડોલી, માંડવી અને મહુવાના ના સરકારી ગોડાઉનો ના સીસીટીવી ફૂટેજ ચકાસાય તો ગરીબોના અનાજની લૂંટનો ભાંડો ફૂટે 

  આખા જિલ્લામાં આવેલા સરકારી પુરવઠાનાં ગોડાઉનો વર્તમાન ગંભીર શંકાનાં ઘેરામાં છે. ગરીબોને અપાતું સરકારી રેશન અનાજ જ્યાં સચવાવું જોઈએ, ત્યાં જ રેશનીંગની ગોબાચારી મા અધિકારી સાથે ઘરોબો ધરાવતા ઇસમોની રોજિંદી અવરજવર અને બેઠક હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ચર્ચાતી વિગતો મુજબ, કેટલાક જાણીતા રેશન માફિયા તત્વો ગોડાઉનોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. કોની મંજૂરીથી આ ઇસમો સરકારી ગોડાઉનમાં પ્રવેશે છે? કોની હાજરીમાં બેઠકો થાય છે? અને કયા હેતુથી આ અવરજવર ચાલે છે? આ સવાલો સુરત જીલ્લા પુરવઠા તંત્રન અધિકારી ને સીધા ઘેરી રહ્યા છે.

       

    આ મામલે સૌથી મોટો પુરાવો ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરા હોવાનું કહેવાય છે. પાન કેમેરા ચાલુ હાલતમાં છે કે કેમ અનેજો ચાલુ હોય તો તેના ફૂટેજો મેળવવામાં આવે અને તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવે, તો ગરીબોનાં હક્કના અનાજ કેવી રીતે રસ્તામાં જ ગાયબ થઈ જાય છે તેનો ચોંકાવરૂ ગરીબોના હકનું અનાજ ચોરી કૌભાંડ બહાર આવી શકે તેમ છે. કયા સમયે, કોના સાથે અને કેટલી માત્રામાં અનાજની હેરાફેરી થાય છે, તેનો આખો ચિત્ર ફૂટેજોમાં કેદ હોવાનું સ્થાનિકો માને છે. ત્યારે પ્રશ્ન એ છે કે, શું આ ફૂટેજો નિયમિત રીતે ચકાસવામાં સ્થાનિક મામલતદાર તસ્દી લે છે કે પછી જાણબૂઝી આંખ આડા કાન કરવામાં આવે છે? ગોડાઉન મેનેજમેન્ટ અને જિલ્લા પુરવઠા વિભાગની ભૂમિકા શું છે?

 ગરીબોના હક્કનું અનાજ ગોડાઉનમાં જ સુરક્ષિત ન હોય, તો વિતરણ વ્યવસ્થાનો અર્થ શું રહે? અહીં માત્ર ગેરરીતિ નહીં, પરંતુ વ્યવસ્થિત માફિયા રાજ ચાલતું હોવાની આશંકા સો ટકા સત્ય છે 

          સ્થાનિક સ્તરે જ્યારે જાગૃત નાગરિકો સસ્તા અનાજનો જથ્થો પકડી અધિકારીને સોંપવામાં આવેછે તેમાં પણ તપાસના નામે મામલો દબાઈ જવાની આશંકાને ધ્યાનમાં રાખીને, હવે આ સમગ્ર પ્રકરણમાં ગાંધીનગર કક્ષાએથી સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. સીસીટીવી ફૂટેજો તરત સીલ કરી તેનું ફોરેન્સિક નિરીક્ષણ થાય, ગોડાઉનમાં કયા અને કેટલા અનાજ માફિયાઓની અવરજવર છે તેની યાદી જાહેર કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે જ્યાં સુધી ગોડાઉનમાં બેઠેલા માફિયાઓ ના માથે અધિકારીઓને હાથ હશે ત્યાં સુધી ગરીબોના હક નુ પૂરતું અનાજ મળવાનું સ્વપ્ન અધૂરું જ રહેશે. ગરીબોના અનાજના ગોડાઉનમાં માફિયાઓ કોના આશીર્વાદે બેઠા છે? અને પુરવઠા તંત્ર આ સત્યથી મોઢું કેમ ફેરવે છે? હવે જવાબ ગાંધીનગરમાં મા બેઠેલા અધિકારીઓ આપે એવી જનતામાં માંગ ઉઠવા પામી છે

Youtube Channel Image
TTN24 | समय का सच www.ttn24.com
Subscribe